ઈડર તાલુકા પંચાયતમાં એસીબીની રેડ ૧.૨૫ લાખની લાંચ લેતા ૨ હંગામી કર્મચારીઓ ઝડપાયા

સાબરકાંઠા જિલ્લાની ઇડર તાલુકા પંચાયતમાં એ.સી.બી. દ્વારા છટકુ ગોઠવાયું હતું.જેમાં ઇડર તાલુકા પંચાયતની ગ્રામવિકાસ શાખામાં ફરજ બજાવતા બે હંગામી કર્મચારીઓ ૧.૨૫ લાખની રકમ રંગેહાથ ઝડપાઈ ગયા હતા
ઇડર તાલુકા પંચાયતમાં ઇડર તાલુકાના ચોરીવાડ,જાદર,વિરપુર,બોલુન્દ્રા અને પાનોલ ગામોમાં સિગ્રીકેશન કચરા ના વર્ગીકરણ વર્ગીકરણના કામ,સિગ્રીકેશન શેડ અને ખાળકુવાઓ નું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ હતું આ કામોના પેમેન્ટ બાબતે કોન્ટ્રાક્ટર પાસે ૧૨% લેખે રૂપિયા ૧.૨૫ લાખની રકમ ની લાંચપેટે માગણી ગ્રામવિકાસ શાખામાં હંગામી ધોરણે કો ઓડીનેટર તરીકે ફરજ બજાવતાં ઇડર ભાજપ યુવા મોરચા ના આગેવાન કમલ નારાયણદાસ પટેલ અને ક્લસ્ટર કો ઓડીનેટર જીનલબેન પટેલ અને હંગામી કર્મચારી મેહુલભાઈ મુળાભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતી.કોન્ટ્રાક્ટર દ્વારા લાંચની રકમ આપવા માગતાં નહોઈ એ.સી.બી. કચેરી નો સંપર્ક કરતાં ઉપરોક્ત એ.સી.બી દ્વારા લાંચ ના છટકુ ગોઠવાયું હતું.જેમાં ઇડર તાલુકા પંચાયતમાં લાંચની રકમ ની માગણી કરતાં ગ્રામવિકાસ શાખામાં હંગામી ધોરણે કો ઓડીનેટર તરીકે ફરજ બજાવતાં ઇડર ભાજપ યુવા મોરચા ના આગેવાન કમલ નારાયણદાસ પટેલ અને ક્લસ્ટર કો ઓડીનેટર જીનલબેન પટેલ લાંચની રકમ રૂ.૧.૨૫ લાખ લેતાં રંગેહાથ ઝડપી પાડવામાં આવેલ હતા.તેમજ હંગામી કર્મચારી મેહુલભાઈ મુળાભાઈ રાઠોડ આ સમયે સ્થળ પરથી મળી આવેલ નહતો.ઉપરોક્ત બન્ને લાંચિયા હંગામી કર્મચારીઓ ની ધરપકડ કરી હિમતનગર એ.સી.બી.કચેરીએ લઈ જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.આ સફળ ટ્રેપનું સુપરવિઝન અધિકારી એ.કે.પરમાર મદદનિશ નિયામક ગાંધીનગર એકમ અને આ ટ્રેપ કરનાર શ્રીમતી ટી.એમ.પટેલ,એ.સી.બી.પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ હતું.




