હિમતનગર

હિંમતનગર શહેરના ગાયત્રી મંદિર રોડ પર આવેલી અંબિકા પરિવાર સોસાયટીના રહિશો દ્વારા આડેધડ પાણી વેડફાતાં પાલિકા દ્વારા નોટીસ

શીતલ ઠાકર,હિમતનગર

હિંમતનગર શહેર ના ગાયત્રી મંદિર રોડ પર આવેલી અંબિકા પરિવાર સોસાયટીમાં રહિશો દ્વારા આડેધડ પાણીનો વપરાશ કરતાં જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળતાં રસ્તાઓ પરથી પસાર થતાં રાહદારી ને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હિમતનગર પાલિકા વિસ્તારોમાં આવેલ સોસાયટીઓ દ્વારા જાહેર રસ્તાઓ પર પાણી ઢોળી પાણીનો બગાડ કરતી અને જાહેર રસ્તાઓને નુકસાન કરતી સોસાયટીને હિમતનગર નગરપાલિકા દ્વારા નોટીસો આપવામાં આવેલ છે. આગામી સમયમાં સોસાયટીઓ દ્વારા પાણીનો બગાડ કરતી  જાહેર રસ્તાઓ પર પાણી ઢોળી પાણીનો બગાડ કરતી અને જાહેર રસ્તાઓને નુકસાન કરતી સોસાયટીઓ ના પાણીના નળ કનેક્શન કાપી નાખવામાં આવશે.આ બાબતે નગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દીપક જાની, પિનાકીન પ્રજાપતિ, ગુણવંતભાઈ રાવલ દ્વારા ચેકીંગ કર્યું હતું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!