હિમતનગર
કાંકણોલ ગામેથી રૂા. ર૦ હજારનું બાઈક ચોરાયું

જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કાંકણોલ ગામે રહેતા વિક્રમ અંજારજી વણઝારાના ઘર આગળ ગત તા. ૧૧ ફેબ્રુઆરીની રાત્રે પાર્ક કરાયેલ રૂા. ર૦ હજારની કિંમતના બાઈક નંં. જીજે૦૯સીએસ ૬૧૭૩ને અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ જતાં વિક્રમ વણઝારાએ ચોરાયેલા બાઈકની તપાસ કરવા છતાં મળી ન આવતા તેમણે શુક્રવારે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીની ફરીયાદ નોંધાવી હતી.




