ટોપ સ્ટોરીઝ

હિંમતનગરના ટાવર સર્કલ પાસેથી કલમ ૧૩૮ના ગુનામાં નાસતો ફરતો શખ્સ પકડાયો

જીગ્નેશ સોની  હિંમતનગર

હિંમતનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ટાવર સર્કલ નજીકથી ગુરૂવારે બી.ડીવીઝન પોલીસે બાતમીને આધારે નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ ના ગુનામાં સજા થયેલ એક શખ્સને પોલીસે સજાના વોરંટને આધારે ઝડપી લીધો હતો.
આ અંગે બી.ડીવીઝનના પી.આઈ એ.એમ.ચૌધરી તથા પી.એસ.આઈ આર.એલ.દેસાઈ તથા સ્ટાફના જણાવાયા મુજબ બે દિવસ અગાઉ નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટની કલમ ૧૩૮ના ગુનામાં સંડોવાયેલ આકાશ પતંગ ભંડારના આકાશ વિનોદકુમાર વ્યાસ(રહે. નવા બજાર, હિંમતનગર) ને બાતમીને આધારે ઝડપી લીધા બાદ સજા વોરંટ મુજબ તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી માટે કોર્ટને હવાલે કરાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!