સાબરકાંઠા

The HNSB. LTD. SCIENCE College, Himatnagar ખાતે “Harnessing Indian Knowledge System for a Green Future” વિષયક રાજ્યકક્ષાની પરિષદ સફળતાપૂર્વક યોજાઈ

શીતલ ઠાકર,ગાધીનગર

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત The HNSB. Ltd. Science College, Himatnagar ખાતે બોટની વિભાગ અને IQAC દ્વારા તેમજ Higher Education Department અને KCG ના ઉપક્રમે “Harnessing Indian Knowledge System for a Green Future” વિષયક બે દિવસીય રાજ્યકક્ષાની પરિષદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હિંમતનગરના ધારાસભ્યશ્રી શ્રી વી.ડી. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં ભારતીય જ્ઞાન પરંપરાના આધારે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટેના પ્રયાસોની આવશ્યકતા પર ભાર મુક્યો હતો.

પરિષદના મુખ્ય વક્તા તરીકે ડૉ. બી.એલ. પુંજાણી (નિવૃત્ત પ્રિન્સિપાલ, સાયન્સ કોલેજ, તલોદ) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભારતીય જ્ઞાન પ્રણાલી અને પ્રાચીન વિજ્ઞાનના તત્ત્વોને આધુનિક સમયમાં ગ્રીન ફ્યુચર માટે કેવી રીતે ઉપયોગી બનાવી શકાય તે વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત આમંત્રિત વક્તાઓ તરીકે ડૉ. અલ્પેશભાઈ પટેલ (પ્રિન્સિપાલ, જે.એન્ડ જે. સાયન્સ કોલેજ, નડિયાદ), ડૉ. એસ.ડી. વેદિયા (હેડ, બોટની વિભાગ, સર પી.ટી. સાયન્સ કોલેજ, મોડાસા) અને ડૉ. રાજેશભાઈ જી. ચૌધરી (એસોસિયેટ પ્રોફેસર, GTU, અમદાવાદ)એ પોતાના વ્યાખ્યાનો દ્વારા સંશોધન, પરંપરાગત જ્ઞાન અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચેના સંબંધ પર પ્રકાશ પાડ્યો હતો.

વિશેષ મહેમાન તરીકે શ્રી દિલીપભાઈ જે. શાહ (ચેરમેનશ્રી, નાગરિક સહકારી બેંક, હિંમતનગર) ઉપસ્થિત રહ્યા હતા. કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી ડૉ. યશવંતભાઈ પટેલે પણ ઉપસ્થિતિ આપી અને કાર્યક્રમને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વિવિધ કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, રિસર્ચ સ્કોલર્સ તેમજ વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરિષદના કન્વીનર તરીકે ડૉ. એમ.એમ. પ્રજાપતિ, ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી તરીકે ડૉ. જે.એસ. પટેલ અને સહ-કન્વીનર તરીકે ડૉ. એમ.પી. ટીંટીસરા દ્વારા આયોજનની સફળતા માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે પ્રિન્સિપાલ ડૉ. પંકજભાઈ એસ. પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. ડૉ. એમ.એમ. પ્રજાપતિ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું.

પરિષદ અંતર્ગત ગુજરાતભરની વિવિધ કોલેજના 150 જેટલા રજિસ્ટ્રેશન થયા હતા. કોન્ફરન્સમાં પોસ્ટર પ્રેઝન્ટેશન અને ઓરલ પ્રેઝન્ટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરના સંશોધકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શ્રેષ્ઠ પ્રસ્તુતિ માટે પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલા સ્પર્ધકોને શીલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ રાજ્યકક્ષાની પરિષદે ભારતીય જ્ઞાન પ્રણાલી અને પર્યાવરણ સંરક્ષણ વિષયક વિચારવિમર્શ માટે એક મજબૂત મંચ પૂરું પાડ્યું હતું અને ગ્રીન ફ્યુચર માટે સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!