હિંમતનગર ખાતે ચાર પોલીસ સ્ટેશનના દારૂનો નાશ કરવામાં આવ્યો

શીતલ ઠાકર ગાંધીનગર સાબરકાંઠા જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનમાંથી પોલીસે પાસ પરમીટ વિના ચાર મહિના દરમ્યાન ઝડપી લેવામાં આવેલ અંદાજે રૂા. ૧.ર૭ કરોડથી વધુની અંદાજે ૩૬,૮૦૦ દારૂની બોટલોનો આજે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વિરપુરની સીમમાં લાવી ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં તેનો નાશ કરવામાં આવ્યો હતો.સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ, હિંમતનગર એ.ડીવીઝન, બી.ડીવીઝન અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી સ્થાનિક પોલીસે છેલ્લા ચાર મહિનામાં ગેરકાયદે દારૂની હેરાફેરી કરતા વાહનો તથા કેટલાક શખ્સોને ઝડપી લઈ દારૂ અને વાહનો કબજે લીધા હતા. ત્યારબાદ પકડાયેલો આ જથ્થો પોલીસતંત્રની નજર હેઠળ વિવિધ ગોડાઉનોમાં રખાયો હતો. ત્યારબાદ ચારેય પોલીસ સ્ટેશનોમાંથી પકડવામાં આવેલ અંદાજે ૩૪,૮૩૬ દારૂની બોટલોને ચુસ્ત બંદોબસ્ત સાથે વિરપુરની સીમમાં લવાયો હતો. નાયબ પોલીસ અધિક્ષક એ.કે પટેલ અને પ્રાંત અધિકારી અને પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતીમાં દારૂની આ બોટલો જમીન પર ગોઠવી દેવાયા બાદ તેના પર રોલર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વિરપુરની સીમમાં રૂા. ૧.ર૭ કરોડ દારૂ પર રોલર ફેરવી દેવાયું

Back to top button
error: Content is protected !!