સાબરકાંઠા
ખેડબ્રહ્માના ખેડવા ચેકપોસ્ટ પરથી SOG 3 પીસ્ટલો સાથે બે શખ્સોને ઝડપી લીધા
રાજસ્થાનના બાઇક ચાલક અને સવાર પાસેના થેલામાં તપાસ કરતા 3 પીસ્ટલ અને એક મેગજીન મળી આવી હતી.

ખેડબ્રહ્માના ખેડવા ચેકપોસ્ટ પરથી SOG 3 પીસ્ટલ સાથેબે શખ્સોને ઝડપી લીધા હતા. SOG ટિમ ATS ચાર્ટરની કામગીરી માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ખેડવા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ બાઇક આવતા તપાસ કરી હતી રાજસ્થાનના બાઇક ચાલક અને સવાર પાસેના થેલામાં તપાસ કરતા 3 પીસ્ટલ અને એક મેગજીન મળી આવી હતી.SOG એ પીસ્ટલ,બાઇક,મેગજીન અને બે મોબાઇલ સહિત 1,50,000 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો પકડાયેલા બે અને ફરાર એક મળી ત્રણ સામે આર્મ્સ એક્ટ મુજબ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી મુદ્દામાલ સાથે આરોપીઓને ખેડબ્રહ્મા પોલીસ ને સોંપવામાં આવ્યા શીતલ ઠાકર,ગાંધીનગર





