હિમતનગર
‘સેવા એ જ સાધના, શબ્દની આરાધના’; નર્મદા જિલ્લાના નીલકંઠ ધામ-પોઈચા ખાતે આયોજિત માહિતી ખાતાની બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ…

શીતલ ઠાકર,ગાધીનગર
માહિતી ખાતાની કામગીરી સાથે સંકળાયેલા રાજ્યભરના વર્ગ 1-2ના અધિકારીઓ આ બે દિવસીય ચિંતન શિબિરમાં જન કલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક રીતે છેવાડાના માનવીઓ સુધી પહોંચાડવા સંદર્ભે પ્રત્યાયન માધ્યમોના બદલાતા જતા પ્રવાહ અને ટેક્નોલોજીના ઉપયોગ તેમજ પડકારો બાબતે મનોમંથન કરશે…માહિતી ખાતાની ભૂમિકા માત્ર સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર પૂરતી મર્યાદિત નથી, પણ સરકાર અને જનતા વચ્ચે વિશ્વાસનો સેતુ બાંધવાની છે : માહિતી કમિશનર શ્રી કે. એલ. બચાણીઆ પ્રસંગે માહિતી અને પ્રસારણ વિભાગના ઉપસચિવ શ્રી દીપ પટેલ, મુખ્યમંત્રીશ્રીના અધિક જનસંપર્ક અધિકારી શ્રી વિવેકભાઈ ત્રિવેદી, અધિક માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ પટેલ, સંયુક્ત માહિતી નિયામકશ્રીઓ, નાયબ માહિતી નિયામકશ્રીઓ, સહાયક માહિતી નિયામકશ્રીઓ ઉપસ્થિત રહ્યાં…





