હિમતનગર
ખાડિયા વિસ્તારના શનિદેવ મંદિરમાં શનિ જયંતિની ભક્તિમય ઉજવણી

હિંમતનગર શહેરના ખાડિયા વિસ્તારમાં આવેલ શનિદેવ મંદિરમાં શનિ જયંતિ નિમિત્તે ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મંદિર ખાતે ભાવિ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને ભક્તોએ શનિદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.
શનિ જયંતિ નિમિત્તે મંદિર ટ્રસ્ટના પ્રમુખ, કારોબારી સભ્યો તેમજ સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળ બને તે માટે તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે શનિ જયંતિનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો.





