હિમતનગર

હિંમતનગરમાં ગૌરપૂર્ણિમા મહામહોત્સવ યોજાયો

ગૌર નીતાઈ (કૃષ્ણ બલરામ) ભગવાનને ફળોના રસનો અભિષેક કરાયો અને ૫૬ ભોગ અર્પણ કરાયા

જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગરના ખેડ તસીયા રોડ પર રામનગરની આંગણવાડી પાસે આવેલ ઇન્દ્રનગર ગાર્ડનમાં જગન્નાથ ધામ “હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર” હિંમતનગર દ્વારા ગત રાત્રે ગૌર પૂર્ણિમા મહામહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોએ ભજન કીર્તન અને આરતી સાથે કૃષ્ણ બલરામ ભગવાનનો વિવિધ ફળોના રસ સાથે દૂધ,દહીં,મધ,ઘી સહિતનો અભિષેક કરવામાં આવ્યો હતા.
પ્રથમ વખત યોજાયેલ ગૌર પૂર્ણિમા મહામહોત્સવના દિવસને ચૈતન્ય મહાપ્રભુનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ મહા મહોત્સવની ઉજવણી નિમિત્તે ભક્તો દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા.કૃષ્ણ બલરામ ભગવાનને ગંગાજળથી અભિષેક કર્યા બાદ વિવિધ ફળોના રસનો અભિષેક પૂજન અર્ચન સાથે પંચામૃતથી અભિષેક કરાયો હતો. ત્યારબાદ ગૌરલીલાકથા, આરતી અને પુષ્પવર્ષા (ફૂલોની હોળી) કરવામાં આવી હતી પ્રવચન અને કીર્તન સાથે સાંજે ભક્તોએ ભોજનનો લાભ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!