અંબિકા માતાજી મંદિરનો ત્રિદિવસીય જીર્ણોદ્ધાર મહોત્સવનો આજથી પ્રારંભ
ત્રણ દિવસ મંત્રોચ્ચાર સાથે વિવિધ પૂજા વિધિ યોજાશે

જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં જીલ્લા પોલીસ હેડક્વાર્ટસ ખાતે આવેલ અંબિકા માઈ મંડળ ધ્વારા સંચાલિત શ્રી અંબિકા માતાજી મંદિરનો ત્રિદિવસીય જીર્ણોદ્ધાર મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે.આજે યજ્ઞ પ્રારંભ થશે દિવસ દરમિયાન મંત્રોચ્ચાર સાથે વિવિધ ધાર્મિક પૂજન વિધિ શાસ્ત્રી ધવલભાઈ દવેના હસ્તે યોજાશે.જીર્ણોદ્ધાર મહોત્સવને લઈને માતાજીને ફૂલથી શણગાર કરાયો છે જયારે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.અંબિકા માતાજી મંદિરના ત્રિદિવસીય જીર્ણોદ્ધાર મહોત્સવમાં શુક્રવારે મંગલકારી પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ થયો હતો.ત્યારબાદ મંડપ પ્રવેશ,અગ્નિસ્થાપન અને સાંય પૂજન આરતી થશે.પુણ્યકારી બીજા દિવસે સવારે પ્રાતઃપૂજન,બાદ મંદિરેથી શોભાયાત્રા નીકળશે.સ્નપનપ્રયોગ અને સાંય પૂજન આરતી થશે.પાવનકારી ત્રીજા દિવસે પ્રાતઃપૂજન,પ્રાણ પ્રતિષ્ઠા પુર્ણાહુતિ બાદ મહાઆરતી યોજાશે આ મહોત્સવના સમાપન બાદ મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.





