હિમતનગર

હિંમતનગર–ગાંભોઈ સર્વિસ રોડ પર નવી બનાવેલી ગટરનાં ઢાંકણ તૂટ્યાં

જીગ્નેશ સોની,હિમતનગર

હિંમતનગર–ગાંભોઈ–શામળાજી માર્ગ પર નેશનલ હાઈવે ૪૮ના વિસ્તરણ કામ હેઠળ ગાંભોઈથી શામળાજી જોડતા રોડની બાજુમાં આશરે 10.30 મીટર પહોળો સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. તેની બાજુમાં અંદાજે દોઢ મીટર પહોળી ગટર પણ બનાવવામાં આવી છે.પરંતુ ગટર બનાવ્યાના હજુ ૧૦–૧૫ દિવસ પણ પૂરા થયા નથી ત્યાં જ ગટરનાં ઢાંકણ તૂટવા માંડ્યા હોવાની જાણકારી મળી રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાની શક્યતા છે.સ્થાનિક લોકો આક્ષેપ મુજબ અગાઉ પણ રોડ પહોળો કરવા માટે નવી બનાવેલ ગટર પરંતુ તોડી પાડવામાં આવી હતી અને હવે બીજી વખત નવી ગટર બનાવવામાં આવી છે. વારંવાર ગટર તોડવા અને ફરી બનાવવા કારણે પ્રજાના ટેક્સનાપૈસાનો દુરુપયોગ થતો હોવાની વાતો લોકો લોકમુખે ચાલી રહી છે.
સ્થાનિક નાગરિકોએ સંબંધિત વિભાગ દ્વારા ગુણવત્તાની તપાસ કરી જવાબદારી નક્કી કરવા અને મજબૂત કામ કરાવાની સ્થાનિક લોકોની માગણી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!