વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાણંદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનો શુભારંભ કરાવ્યો…

શીતલ ઠાકર,ગાંધીનગર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાણંદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનો શુભારંભ કરાવ્યો…માન. વડાપ્રધાનશ્રીએ માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટની કામગીરી અને અન્ય વિગતો દર્શાવતાં પ્રદર્શનને નિહાળ્યું; આ પૂર્વે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાણંદ જીઆઈડીસી ખાતે રોડ શૉ અંતર્ગત ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું…
સાણંદ આજે ગ્લોબલ મેપ પર સેમિકન્ડક્ટર હબ તરીકે ઊભરી રહ્યું છે : માન. વડાપ્રધાનશ્રી
ગુજરાત AI અને સેમિકન્ડક્ટર જેવા ઉભરતા સેક્ટરમાં પણ ‘ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર’ બનવા તરફ આગળ વધી રહ્યું છે : મુખ્યમંત્રીશ્રી આશરે ₹22,516 કરોડના આ પ્રોજેક્ટ સાથે ગુજરાત હવે દેશના ‘સેમિકન્ડક્ટર હબ’ તરીકેની ઓળખને પ્રસ્થાપિત કરશે…




