ગુજરાત

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬: આચાર સંહિતા અમલમાં, જાહેર સ્થળોએ રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ

શીતલ ઠાકર,ગાંધીનગર

રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં આવી છે. જેના અનુસંધાનમાં સરકારી તેમજ જાહેર બિલ્ડિંગોમાં ચૂંટણી પ્રચારને લગતી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જાહેર સ્થળે મૂકાયેલા સૂચન મુજબ સંબંધિત બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની ચૂંટણી પ્રચારસભા, મીટીંગ, સલા અથવા રાજકીય પ્રવૃત્તિઓ કરવી સંપૂર્ણ પ્રતિબંધિત છે. આ સૂચના દ્વારા મતદારો અને રાજકીય પક્ષોને આચાર સંહિતાનું પાલન કરવા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રહે તે માટે આચાર સંહિતાનું કડક પાલન કરાવવાનું મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!