ગુજરાત
હિંમતનગરની કામધેનુ યુનિવર્સિટીની મહાવિદ્યાલયમાં બીએફએસસી અભ્યાસક્રમ શરૂ કરાયો
૨૫ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાયું

ગુજરાતમાં મત્સ્યવિજ્ઞાન ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ અને સંશોધનને વેગ આપવા માટે કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર સંચાલિત મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય, રાજપુર (નવા), હિંમતનગર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી આ મહાવિદ્યાલય ખાતે બેચલર ઓફ ફિશરીઝ સાયન્સ બીએફએસસીના સ્નાતક અભ્યાસક્રમની શરૂઆત કરાઇ છે. જેમાં ૨૫ વિદ્યાર્થીઓની પ્રવેશ ક્ષમતા નિર્ધારિત કરવામાં આવી છે તેની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. આ નવી પહેલથી ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ માટે મત્સ્યવિજ્ઞાન ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ મેળવવાની નવી તકોના દ્વાર ખુલશે.




