ગુજરાત

ગુજરાત ભાજપે કોર ગ્રુપની જાહેરાત કરી

શીતલ ઠાકર,ગાંધીનગર

ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વ અને મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ સંકલન સમિતિ (કોર ગ્રુપ)ના નવા સભ્યોની જાહેરાત કરવામાં આવી છે.

જાહેર થયેલ સમિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા શ્રીમતી દર્શનાબેન વાઘેલા સહિતના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

સાથે જ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા તથા પૂર્વ મંત્રીશ્રીઓ શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને શ્રી આઈ.કે. જાડેજાને પણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.

પાર્ટી દ્વારા રચાયેલ આ પ્રદેશ સંકલન સમિતિ રાજ્યમાં સંગઠન મજબૂત બનાવવું, ચૂંટણીની વ્યૂહરચના ઘડવી તેમજ સરકાર અને સંગઠન વચ્ચે અસરકારક સંકલન સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!