ગુજરાત
શિષ્યવૃત્તિ અને વૃત્તિકાની ઓનલાઈન અરજી ૧ ઓગસ્ટથી ૩૧ ડિસેમ્બર સુધી
SGFI અને રાષ્ટ્રીયકક્ષાના મેડલ વિજેતા ખેલાડીઓ માટે શિષ્યવૃત્તિ-વૃત્તિકાની ઓનલાઈન અરજી ૧ ઓગસ્ટથી ૩૧ ડિસેમ્બર સુધી

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન SGFI દ્વારા યોજાયેલી રમતો તેમજ રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં મેડલ વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને વૃત્તિકા આપવામાં આવશે.
લાયકાત ધરાવતા ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઇટ પર જઈ તા. ૦૧-૦૮-૨૦૨૬થી તા. ૩૧-૧૨-૨૦૨૬ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વધુ માહિતી માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરીનો સંપર્ક કરવા જિલ્લા રમતગમત અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.




