છ મહિનાથી નાસતો ફરતો પ્રોહિબિશનનો આરોપી સાબરકાંઠા SOG ના હાથે ઝડપાયો
હિંમતનગર બસ સ્ટેશન નજીકથી ધરપકડ, રાજસ્થાનનો રહેવાસી નીકળ્યો આરોપી

સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપીને સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે ઝડપી પાડ્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી ATS ચાર્ટર અન્વયે નાસતા આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળા (SOG સાબરકાંઠા) ના માર્ગદર્શન અને PSI કે.યુ. ચૌધરી તથા PSI પી.એમ. ઝાલાની રાહબરી હેઠળ SOG સ્ટાફ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.
આ દરમિયાન ASI વિક્રમસિંહ મંગળસિંહ (બકલ નં. ૫) અને પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ પ્રવીણભાઈ (બકલ નં. ૭૩૨) ને તેમના ખાનગી બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે પોશીના પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૦૨૬૦૦૩૩/૨૦૨૬ (પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫એ, ઈ, ૮૧, ૮૩) નો નાસતો આરોપી હિંમતનગર બસ સ્ટેશન સામેના રોડ પરથી ઝડપાયો હતો.
આરોપીની ઓળખ જુમાભાઈ જીવરામભાઈ ગરાસિયા (ઉંમર ૪૨, રહે. નીચલીગઢ, તા. આબુરોડ, જિ. શીરોહી, રાજસ્થાન) તરીકે થઈ છે.
પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૫(૧)(જે) મુજબ આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે.
કામગીરીમાં જોડાયેલ સ્ટાફ: PSI કે.યુ. ચૌધરી (SOG), HC વિક્રમસિંહ, HC પ્રકાશકુમાર, PC ગોપાલભાઈ, PC અનિરુધ્ધસિંહ અને PC ઝાહિદહુસેન.




