તલોદ

તલોદ તાલુકાના આંબાવાડી ગામની સીમમાંથી રૂ. ૭.૫૭ લાખથી વધુના દેશી દારૂ અને ભઠ્ઠીનો મુદ્દામાલ ઝડપાયો

  • પોલીસની મોટી કાર્યવાહી: એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ

  • ખારી નદીના કાંઠે ખરાબામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ

સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સખત સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓ અનુસાર, હિંમતનગર વિભાગના વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ તલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આંબાવાડી ગામની સીમમાં ખારી નદીના કાંઠે ખરાબામાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી તથા લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં તલોદ પોલીસને મોટી સફળતા મળી છે.

ઝડપાયેલ મુદ્દામાલ અને તેની કિંમત:

પોલીસે સ્થળ પરથી દેશી દારૂ, ભઠ્ઠીનો સામાન અને અન્ય ઉપકરણો મળીને કુલ રૂપિયા ૭,૫૭,૬૫૦/- નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • ૫૦૦ લીટરના પ્લાસ્ટિકના ૫૭ સિન્ટેક્સ ટાંકાઓમાં ભરેલો દેશી દારૂ ગાળવાનો વોશ (આશરે ૨૮,૫૦૦ લીટર, કિંમત રૂ. ૧,૪૨,૫૦૦/-)

  • પ્લાસ્ટિકના કેરબા નંગ ૩ માં ભરેલો દેશી દારૂ (૧૦૫ લીટર, કિંમત રૂ. ૨૧,૦૦૦/-)

  • દેશી દારૂ ગાળવાના સાધનો (એલ્યુમિનિયમના તપેલા, નળીઓ, લાકડા, પાણી ખેંચવાનું પંપ મશીન અને એક મોબાઈલ ફોન, કિંમત રૂ. ૫,૯૪,૧૫૦/-)

આરોપીઓની વિગત:

  • પકડાયેલ આરોપી: સુરેન્દ્રસિંહ ઉર્ફે સુરેશસિંહ રણજીતસિંહ ઝાલા (ઉ.વ. ૨૨, રહે. રામપુરા, તા. તલોદ, જી. સાબરકાંઠા)

  • પકડવાના બાકી (વોન્ટેડ) આરોપીઓ: ૧. વિરેન્દ્રસિંહ રંગુસિંહ રાઠોડ ૨. કનુસિંહ ઉર્ફે ધોની હાલુસિંહ રાઠોડ (બન્ને રહે. આંબાવાડી, તા. તલોદ, જી. સાબરકાંઠા)

તલોદ પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!