તલોદ

તલોદ-પ્રાંતિજ પોલીસનો રૂ. 2.10 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ

તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમેદની મુવાડી ગામે મહિલા આઈટીઆઈ પાછળ બુધવારે તલોદ અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો કોર્ટના આદેશ અને સક્ષમ અધિકારીઓની મંજૂરી બાદ નાશ કરવામાં આવ્યો.

પોલીસ વિભાગના માર્ગદર્શન હેઠળ તલોદ પોલીસ સ્ટેશનના કુલ 18 ગુનાઓમાં જપ્ત કરાયેલી 8,288 બોટલો, કિંમત રૂ. 26,40,400 તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના 24 ગુનાઓમાં જપ્ત કરાયેલી 54,516 બોટલો, કિંમત રૂ. 1,83,65,034 મળી કુલ 62,804 બોટલ વિદેશી દારૂ, અંદાજિત રૂ. 2,10,05,434ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો.

આ કાર્યવાહી ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ, હિંમતનગર વિભાગના વિભાગીય પોલીસ અધિકારી અને પ્રાંતિજ વિભાગના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીનું સંકલન તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!