
સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હરસોલ ગામના નીચલી ફળીમાં ચાલતા એક જુગારધામને શુુક્રવારે સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે રેડ કરીને નવ જુગારીઓને ઝડપી લીધા બાદ તેમની પાસેથી મોબાઈલ, રોકડ તથા બે વાહનો મળી અંદાજે રૂ.૧ર.૪૧ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા ૯ વિરૂધ્ધ એલસીબીએ તલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા, પીએસઆઈ આર.કે.જોષી તથા સ્ટાફના જણાવાયા મુજબ શુક્રવારે તેમનો સ્ટાફ તલોદ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે હરસોલ ગામે આવેલ નીચલી ફળીમાં રહેતા મનોજ ભીખાભાઈ રાવલના ઘરના પ્રથમ માળે જુગારખાનું ચાલે છે જે આધારે એલસીબીએ આ વિસ્તારનો કોર્ડન કરી જુગારધામ પર રેડ કરી હતી અને ૯ જુગારીઓ પાસેથી રૂ.૧.૧૦ લાખથી વધુના આઠ મોબાઈલ, રૂ.૧.૩૧ લાખથી વધુ રોકડ અને રૂ.૧૦ લાખના બે વાહનો મળી અંદાજે રૂ.૧ર.૪૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા ૯ જુગારીઓ વિરૂધ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
જુગારીઓના નામ
– મનોજ ભીખાભાઈ રાવલ
– મનોજ ઈશ્વરભાઈ પટેલ
– સ્મિત કમલેશભાઈ સંઘવી
– હરેશ વિનોદચંંદ્ર શાહ
– દિપક ચીમનલાલ ઠક્કર
– જૈમીન સુરેશભાઈ પટેલ
– ધર્મેશ ગોવિંદભાઈ પ્રજાપતિ
– નરેશ ભગવાનભાઈ પટેલ
– શરીફમીયા ગુલામનબી શેખ




