તલોદ

તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના મુધાસણા ગામમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા, રૂ.૨૫,૫૭૦નો મુદ્દામાલ કબ્જે

સાબરકાંઠા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના મુધાસણા ગામની સીમમાં ગુજરાત જુગાર ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS), ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (IPS), સાબરકાંઠાની સૂચના અને પો.ઇન્સ. શ્રી ડી.સી.સાકરીયા, એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ બનાવેલી ટીમે આ કાર્યવાહી પાર પાડી.

તા.૨૫/૦૮/૨૦૨૬ના રોજ એલ.સી.બી. ટીમ તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે બાતમી મળી કે મુધાસણા ગામની સીમમાં કેટલાક ઈસમો પત્તા-ગંજીપાનાથી પૈસાનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે ટીમે ઘટનાસ્થળે દરોડો પાડતાં જુગાર રમી રહેલા ઈસમો ભાગવા લાગ્યા, જેમાંથી પોલીસે પીછો કરી બે ઈસમોને રંગેહાથ ઝડપી લીધા, જ્યારે બાકીના નાસી છૂટવામાં સફળ રહ્યા.

ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી રૂ.૫૦૦ અને રૂ.૧૦૦ની નોટો મળી કુલ રૂ.૭,૪૦૦ રોકડ, ૫૨ ગંજીપાના તથા બે મોબાઇલ ફોન (કિંમત રૂ.૧૫,૦૦૦) અને અંગ ઝડતીમાં રૂ.૩,૧૭૦ મળી કુલ રૂ.૨૫,૫૭૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓમાં (૧) સવધાનસિંહ ભવાનસિંહ રાઠોડ (ઉ.વ.૬૨, મુધાસણા) અને (૨) ચેહરસિંહ રૂમાલસિંહ રાઠોડ (ઉ.વ.૫૦, મુધાસણા)નો સમાવેશ થાય છે. જ્યારે સુરેશસિંહ મોહબ્બતસિંહ રાઠોડ, સુરેશસિંહ કિરણસિંહ રાઠોડ, પ્રવિણસિંહ પ્રભાતસિંહ રાઠોડ, અરજુનસિંહ પ્રહલાદસિંહ રાઠોડ અને ચકુસિંહ ભુપતસિંહ રાઠોડ સહિત પાંચ ઈસમો વોન્ટેડ જાહેર કરાયા છે.

તલોદ પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર ધારાની કલમ ૪,૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં અ.હેડ.કો ચિરાગકુમાર ભીખાભાઈ, અ.હે.કો.રાજુભાઈ જયરામભાઈ, અ.હે.કો. ભાવિનકુમાર રસિકલાલ તથા અ.પો.કો. વિકેશસિંહ પ્રવિણસિંહનો સહયોગ રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!