તલોદ

ચોરીમાં ગયેલ મોબાઈલ સાથે આરોપીને પકડી પાડતી તલોદ પોલીસ

તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોબાઈલ ચોરીના કેસનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નવીન્દ્રસિંહ યાદવ (IPS), ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠાના પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી સી.જી. રાઠોડની સૂચનાથી ડી-સ્ટાફ ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી બી.એલ. રાયજાદા તથા સર્વેલન્સ સ્ક્વોડની ટીમ સતત વૉચ રાખી કાર્યરત હતી.

તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના એફ.આઈ.આર. (ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૯૨૪૦૧૧૦/૨૦૨૪, આઈ.પી.સી. કલમ ૩૭૯) સંદર્ભે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સના આધારે અ.પો.કો. વસંતકુમાર વિનોદભાઈ (બ.નં.૮)ને માહિતી મળી હતી કે ચોરાયેલ IQOO કંપનીનો Z6 5G મોબાઈલ (IMEI નંબર ૮૬૪૦૭૫૦૬૮૮૬૩૬૭૬ તથા ૮૬૪૦૭૫૦૬૮૮૬૩૬૬૮) મહિયલ જે.બી. હાઈસ્કૂલ પાસે રહેતા સૌરભસિંહ સંતોષસિંહ ઠાકોર પાસે છે.

આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતાં ઉક્ત ઈસમ મળી આવ્યો, જેણે પોતાનું નામ સૌરભસિંહ સંતોષસિંહ ઠાકોર (રહે. મહિયલ જે.બી. હાઈસ્કૂલ પાસે, તા. તલોદ, જિ. સાબરકાંઠા, મૂળ રહે. ગઢકટરા, તા. મનગમા, જિ. હરિવા, મધ્યપ્રદેશ) જણાવ્યું. તેની પાસેથી મળેલ મોબાઈલ અંગે પૂછતાં તેણે જણાવ્યું કે લગભગ બે વર્ષ પહેલાં પોમડા બસ સ્ટેન્ડ પાસેથી તેને આ મોબાઈલ મળ્યો હતો.

પોલીસે આરોપીને ઝડપી લઈ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમ તલોદ પોલીસ સ્ટાફ દ્વારા ચોરીનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:

  1. શ્રી સી.જી. રાઠોડ – પોલીસ ઈન્સ્પેક્ટર
  2. શ્રી બી.એલ. રાયજાદા – પોલીસ સબ ઈન્સ્પેક્ટર
  3. અ.હે.કો. ભાવિકભાઈ રાયભણભાઈ (બ.નં.૪૬)
  4. અ.પો.કો. વસંતકુમાર વિનોદભાઈ (બ.નં.૮)
  5. અ.પો.કો. સુરેશસિંહ ચકુસિંહ (બ.નં.૯૬૭)
  6. અ.પો.કો. તુષારકુમાર રમેશભાઈ (બ.નં.૯૯૬)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!