તલોદ

સાબરકાંઠા જિલ્લામાં તલોદના ચેખલા નજીક કાર-બાઈક અકસ્માતમાં મહિલાનું મોત, એક ગંભીર ઈજાગ્રસ્ત

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ચેખલા નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બાઈક સવાર દંપતિને એક કારે અડફેટે લીધા હતા.

આ અકસ્માતમાં બાઈક પર સવાર મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક ચલાવતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ મૃતક મહિલા અને ઈજાગ્રસ્ત યુવક મોડાસા તાલુકાના ગાજણ ગામના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!