Uncategorizedસાબરકાંઠા

તપતા તડકામાં સાબરકાંઠો ત્રસ્ત, ઉકળાટથી જનજીવન પર અસર

ગામડાંમાં વાવેતર અટકતાં બપોરે રસ્તાઓ સુમસામ

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઉનાળાની ગરમીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે જિલ્લાવાસીઓ હવે તીવ્ર ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. સોમવારે જિલ્લામાં દિવસ દરમિયાન તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કમોસમી વરસાદ બાદ છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ સ્વચ્છ બનતા દિવસ દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. રાત્રિના સમયે આકાશ નિર્મળ રહેતા ચંદ્ર અને તારાઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ગરમી વધતાં જ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બપોરના સમયે રસ્તાઓ પર સુનસાન સ્થિતિ સર્જાઈ રહી છે. સોમવારે સવારે ૧૦ વાગ્યા બાદ જ તીવ્ર તાપ અનુભવાતા લોકો પરસેવાથી તરબતર થઈ ગયા હતા.

ચૂંટણીનો માહોલ જામતા દિવસ કરતાં રાત્રિના સમયે હિંમતનગર સહિત જિલ્લાના ગામડાં અને શહેરોમાં રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની રહી છે.

આ વર્ષે ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમિકોની અછતને કારણે ખેડુતોને ઘઉં અને બટાકાની કાપણી માટે સમય કરતાં વધુ રાહ જોવી પડી હતી. પરિણામે ઘણા ખેડુતોએ ઉનાળુ વાવેતર કરવાનું ટાળ્યું છે. જોકે સૂર્યકિરણો જમીનમાં ઊંડે સુધી પહોંચે તે માટે ખેતરોને ખેડી ખુલ્લા મુકવામાં આવ્યા છે.

ઉનાળાની શરૂઆત સાથે જ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડા પીણાંની માંગમાં વધારો થયો છે. લોકો હવે ફ્રિજના પાણી કરતાં માટીના માટલામાંનું કુદરતી ઠંડુ પાણી વધુ પસંદ કરી રહ્યા છે. જેના કારણે બજારમાં વિવિધ કદના માટલાના ભાવમાં પણ વધારો નોંધાયો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!