સાબરકાંઠા

સાબરકાંઠા ખેતરના રસ્તા બંધ કરવાના મુદ્દે માથાકૂટ: કઠવાડિયા ગામે એકનું મોત

શીતલ ઠાકર ,ગાંધીનગર

હિંમતનગર તાલુકાના કઠવાડિયા ગામે ખેતરમાં રસ્તો કેમ બંધ કર્યો તે બાબતે થયેલી માથાકૂટ દરમિયાન એક યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ ખેતરના રસ્તાને લઈને બંને પક્ષ વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. બાદમાં આશરે ૧૫ જેટલા શખ્સોના ટોળાએ યુવક ધર્મેન્દ્રસિંહ ઝાલા પર હુમલો કર્યો હતો.

ટોળામાંથી કેટલાક શખ્સોએ ચપ્પા વડે હુમલો કર્યો હતો જ્યારે અન્ય લોકોએ પથ્થરમાર કર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચતા ધર્મેન્દ્રસિંહ ઝાલાનું મોત થયું હતું.

ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!