સાબરકાંઠા

સાબરકાંઠા સ્થાનિક ચૂંટણીમાં ફરી ભગવો લહેરાવાનો ભાજપનો પ્રચંડ દાવો

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગત ટર્મની જેમ આ વખતે પણ ભાજપ બહુમતી મેળવીને સત્તા હાંસલ કરશે તેવો દાવો ગુરૂવારે સ્થાનિક ધારાસભ્ય તથા સંગઠનના પ્રમુખ અને મહામંત્રીએ કર્યો છે. જોકે હજુ તો ઉમેદવારોએ મતદારોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે.

આ અંગે જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ, ધારાસભ્ય વી.ડી. ઝાલા, મહામંત્રી બીપીન ઓઝા અને પ્રેમલ દેસાઈએ ગુરૂવારે પ્રેસ વાર્તામાં દાવો કરતાં જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોને મતદારો પસંદ કરીને સત્તા સોંપશે.

બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા મતદારો ઉનાળાની ગરમી તથા અન્ય કારણોને લીધે હાલના તબક્કે ચૂંટણીની પરોજણમાં પડ્યા નથી.

મતદાનની તારીખ જેમ જેમ નજીક આવશે તેમ તેમ સાબરકાંઠામાં ચૂંટણીનો માહોલ ગરમાશે. હાલ તો ઉમેદવારો મતદાર યાદીને ધ્યાનમાં રાખીને તેમના વિસ્તારના અગ્રણીઓનો સંપર્ક કરીને પ્રાથમિક માહિતી એકઠી કરવા માંડ્યા છે. ત્યારબાદ ઉમેદવાર અને ટેકેદારો તેમનો સંપર્ક કરીને મતદારોને રૂબરૂ મળી મત આપવા અપીલ કરશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!