સાબરકાંઠા

રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, હિંમતનગર નજીક LCBએ ₹7.59 લાખનો મુદ્દામાલ ઝડપી

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹7,59,149ના મુદ્દામાલ સાથે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે હિંમતનગર હાઈવે પર કાકણોલ ગામની સીમમાં હરિપુરા કંપાના પાટિયા પાસે સ્મૃતિધામ નદી રોડ પર નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી **મારુતિ અટિગા (RJ-27-TB-1498)**ને રોકી તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 107 બોટલો મળી આવી હતી. આરોપી પાસે દારૂ અંગે કોઈ પાસ-પરમિટ ન હોવાથી પોલીસે દારૂ, મોબાઇલ ફોન અને કાર સહિત કુલ ₹7,59,149નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પકડાયેલા આરોપીની ઓળખ પરવતસિંહ ચંદનસિંહ ગૌડ (રાજપુત), રહે. ગામડા પાલ ચોકવાડા, તા.-જિ. સલૂમ્બર (રાજસ્થાન) તરીકે થઈ છે. જ્યારે આ કેસમાં રવિન્દ્રસિંહ ચૌહાણ (રહે. કતીસોર, તા. આસપુર, જિ. ડુંગરપુર, રાજસ્થાન) તેમજ અમદાવાદના ગોતા વિસ્તારમાં દારૂનો જથ્થો લેવા આવનાર એક અજાણ્યો શખ્સ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરિયાના માર્ગદર્શન હેઠળ ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!