સાબરકાંઠા

દેલવાડા-લાંબડીયા રોડ પરથી ૩૧ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક પકડાયો

પોશીના પોલીસે મોબાઈલ, કાર અને જથ્થો મળી રૂ.૧૮.૯ર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લો છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોની હેરાફેરી તથા વેચાણ કરવા માટે સલામત સ્થળ બની ગયું હોય તેમ અવાર નવાર જિલ્લામાંથી ગાંજો, ચરસ, દારૂ અને બિયરનો મબલખ જથ્થો પકડાઈ રહયો છે ત્યારે હિંમતનગરમાંથી આવા માદક પદાર્થ પકડાયા બાદ રવિવારે વધુ એક વખત પોશીના પોલીસ સ્ટેશનની હદમાં આવેલ દેલવાડા-લાંબડીયા રોડ પર સ્થાનિક પોલીસને વોચ દરમ્યાન ગેરકાયદે લઈ જવાતો અંદાજે રૂ.૧પ.૭૭ લાખની કિંમતનો ૩૧.પપ૦ કિલો ગ્રામ ગાંજાના જથ્થાને કારમાં ભરી લઈ જતાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ગોખરવા ગામનો એક યુવાન ગાંજાના જથ્થા સાથે પકડાઈ ગયો હતો ત્યારબાદ પોશીના પોલીસે કાર, મોબાઈલ અને ગાંજાનો જથ્થો મળી અંદાજે રૂ.૧૮.૯ર લાખનો મુદ્દામાલ કબ્જે લઈ તેની વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ પોશીના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ અંગે પોશીનાના પીઆઈ ડી.એન.સાધુ, પીએસઆઈ આર.કે.ગજ્જર તથા સ્ટાફના જણાવાયા મુજબ હોળી-ધુળેટીના તહેવારોને લઈને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે પોશીના તાલુકાના દેલવાડાથી હડાદ જતા રોડ પર એક શખ્સ પોતાની કારમાં શંકાસ્પદ પદાર્થ લઈને જઈ રહયો છે જે આધારે પોશીના પોલીસે દેલવાડા-લાંબડીયા રોડ પર સઘન વાહન ચેકીંગ શરૂ કર્યું હતું.દરમ્યાન બાતમી મુજબ આવી રહેલ કાર નં.જીજે.૦રબીએચ.૭૦૬૬ પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી ત્યારબાદ કારમાં જઈ રહેલ ચાલકની ઓળખ કરી હતી તેણે પોતાનું નામ રીતેશ રસીકલાલ વ્યાસ (ઉ.વ.૪૮) હોવાનું કબુલ્યુ હતુ ત્યારબાદ પોલીસે કારમાં તથા કરતાં કેફી પદાર્થ તરીકે ઓળખાતો અંદાજે રૂ.૧પ,૭૭,પ૦૦ની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો ત્યારબાદ પોલીસે ગાંજાની હેરાફેરી કરવા માટે જરૂરી આધારપુરાવા રજુ કરવા માટે જણાવ્યું હતું પરંતુ પકડાયેલા રીતેશ વ્યાસે આધારપુરાવા રજુ ન કરતાં પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યારબાદ મોબાઈલ ગાંજો અને કાર મળી રૂ.૧૮,૯ર,૭૧૦નો મુદ્દામાલ કબ્જે લઈ તેની વિરૂધ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!