Uncategorized

સાબરકાંઠા એલસીબીએ ઈડર અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી ૧૧૦૦ બોટલ દારૂ અને બિયર પકડી લીધો

બેની અટકાયત કરી રૂ.૬.૭પ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો

જીગ્નેશ સોની હિંમતનગર

હોળી-ધુળેટીના તહેવારોને લઈ કેટલાક બુટલેગરો રાજસ્થાનથી ગુજરાતમાં પાસ પરમીટ વિના વાહનોમાં દારૂ ભરીને ગ્રામ્ય વિસ્તારોમાં થઈ અન્ય સ્થળે મોકલવાની પેરવી કરી રહયા છે ત્યારે બાતમીને આધારે સાબરકાંઠા એલસીબીએ રવિવારે ઈડર અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી અંદાજે ૧૧૦૦ બોટલ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લઈ બંને ઘટનામાં બે જણની અટકાયત કરી રૂ.૬.૭પ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલની સુચનાથી સમગ્ર જિલ્લામાં પાસ પરમીટ વિના દારૂની હેરાફેરી કરનાર બુટલેગરોને ઝડપી લેવા માટે આપેલા આદેશ બાદ રવિવારે સાબરકાંઠા એલસીબીએ રાજસ્થાન તરફથી આવી રહેલ બોલેરો નં.જીજે.૦૯બીએન.૦પ૭૧ અંગે મળેલી બાતમી બાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હિંમતનગર-વિજાપુર હાઈવે પરના દેરોલ ગામની સીમમાંથી પસાર થતી આ કારને એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયાની સુચના બાદ પીએસઆઈ એસ.જે.ચાવડા, આર.કે.જોષી તથા સ્ટાફે વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ બોલેરોને અટકાવી તેમાં તથા કરતાં બોલેરોમાં જઈ રહેલ આનંદ નારાયણભાઈ પંડવાળા (રહે.પાલપાદર, તા.બિંછીવાડા)ની પુછપરછ કરી બોલેરોની ઝડતી લેતાં તેમાંથી અંદાજે રૂ.૩,ર૦,પ૪૪ની કિંમતની ર૬ પેટીમાં રખાયેલ ૧૦૩ર દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે દારૂ અને બિયરની હેરાફેરી કરવા માટે જરૂરી દસ્તાવેજ રજુ કરવા જણાવ્યું હતું પરંતુ પકડાયેલા આનંદે પુરાવા રજુ ન કરતાં દારૂ, બિયર અને કાર મળી રૂ.૬,ર૧,૦૪૪નો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા આનંદ તથા નહીં પકડાયેલ ઉદેપુરના ઈશ્વર રાજપુત તથા અમદાવાદના કાલીગામ વિસ્તારમાં રહેતા અવધેષ ઉર્ફે રાજુ છારા વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.
તો બીજી તરફ ઈડર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લાલોડા રોડ પર આવેલી એક કોલેજ આગળ શંકાસ્પદ હાલતમાં થેલો લઈને ઉભા રહેલ  આરોપીની અટકાયત કરી એલસીબીએ તેની ઝડતી લેતાં તેની પાસેથી રૂ.૪૩,૮૯૮ની કિંમતની ૭૭ દારૂની બોટલ મળી આવી હતી ત્યારબાદ પોલીસે રૂ.૧૧ હજારના ત્રણ મોબાઈલ અને દારૂ મળી રૂ.પ૪,૮૯૮નો મુદ્દામાલ કબ્જે લઈ  દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હરીરામ ઉર્ફે હરીયો (રહે.લાલોડા, ઈડર), યુવરાજ ઉર્ફે રાજુ (રહે.વડાલી) અને ખેરવાડાના કણબઈના રાજુ ખરાડી વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!