Uncategorized

૫ વર્ષમાં હિટ એન્ડ રનની ૯૫૯૭ ઘટનાઓ : રસ્તાઓ પર યમદૂતો બેફામ બની દોડી રહ્યા છે

ગુજરાત રાજયમાં ટ્રાફિક નિયમોના અમલીકરણ સામે સવાલ ઉભા થયા

ગુજરાત રાજ્યમાં દિન-પ્રતિ દિન વાહનોની સંખ્યા વધી રહી છે.ત્યારે હિટ એન રન રોજ-રોજ વધી રહી છે.વર્ષ-૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન રાજ્યમાં કુલ ૯૫૯૭ બનાવો નોંધાયા છે. લોકસભામાં   લોકસભામાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં  આવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ ની ૫ ધટનાઓ બની રહી છે.રાજ્યમાં વાહનોની માલિકીમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે.  રાજ્યમાં કુલ નોંધાયેલા વાહનોની સંખ્યા—પરિવહન અને બિન-પરિવહન બંને—લગભગ 3.૫કરોડ સુધી પહોંચી ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ઉછાળાએ ટ્રાફિક જામ અને અકસ્માતોના જોખમમાં નોંધપાત્ર વધારો કર્યો છે.હિટ-એન્ડ-રનની ઘટનાઓમાં ગુજરાત રાજય ભારતદેશમાં ૧૧ માં ક્રમે છે.કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના તાજેતરના રજિસ્ટ્રેશન ડેટા મુજબ, કારનું કુલ વેચાણ નાણાકીય વર્ષ ૨૦૨૫માં 3.૪૭ લાખ યુનિટથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૬ માં 3.૮૬લાખ યુનિટ થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!