Uncategorized
સાબરકાંઠા જીલ્લામાં નવજાત બાળકો વેચાણ કરતી ટોળકી ઝડપાઈ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જીલ્લામાં હિમતનગર મુકામે હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે નવજાત બાળકો વેચાણ કરતી ટોળકીના પાંચ સભ્યોને પકડી પાડી છે.હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પાંચેય આરોપી ની ધરપકડ કરી પૂછપરછ કરી છે.પંદર દિવસ અગાઉ બે લાખ રૂપિયામાં નવજાતનું અમદાવાદ વેચાણ કરાયું હતું.હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સધન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.




