Uncategorized
બાગાયત ખાતા દ્રારા ત્રણ નવી મંજુર થયેલ યોજના માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયુ

સાબરકાંઠા જીલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે શરુ નાણાકિય વર્ષે નવી ત્રણ યોજનાઓ
(૧)ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ
(૧)ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ
(૨)બહુસ્તરિય પધ્ધતિથી ફળ પાકોના વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્ર્મ
(૩)રાઇઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનોકાર્યક્રમ રાજ્ય સરકાર દ્રારા અમલમાં મુકાયેલ છે. આ યોજનાઓનો ઉદેશ્ય રાજ્યના બાગાયતદારો વિવિધ વાતાવરણીય ખરાબ પરિબળોની અસરોને કારણે ફળપાકોમાં થતુ નુકશાન અટકાવી ગુણવત્તાવાળુ ઉત્પાદન લઇ શકે, ખેડુતો ફળપાકોમાં પરંપરાગત અભિગમ છોડી વૈજ્ઞાનિક અભિગમ અપનાવતા થાય, ફળપાકોનું મુલ્યવર્ધન કરી સારી આવક મેળવે, એકમ વિસ્તારમાં એક કરતા વધુ ફળપાકોનું વાવેતર કરી બારેમાસ રોજગારીનુ સર્જન થાય, રાજ્યના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારમાં સામાન્ય અને પરંપરાગત ખેતીના સ્થાને આદુ અને હળદરની આધુનિક પધ્ધતિથી ખેતી કરતા થાય, સારી ગુણવત્તાના બિયારણ ઉપલબ્ધ કરી શકાય, તેમજ શરૂઆતના ઊંચા રોકાણ સામે જરૂરી નાણાંકીય સહાય આપી વાવેતર તેમજ ઉત્પાદનમાં ઉત્તરોતર વધારો કરી શકાય. જેથી આ યોજનામાં લાભ લેવા માંગતા ખેડુતો માટે આઇ-ખેડુત પોર્ટલ તા.૨૦/૦૫/૨૦૨૬ થી તા.૧૯/૦૬/૨૦૨૬ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. ખેડુતોએ ઓનલાઇન I-khedut Portal 2.0 (web site: www.ikhedut.gujarat.gov.in ) પરઅરજી કરવાની રહેશે. વધુમાં જણાવવાનું કે, નવીન આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે આપ મોબાઇલ/ગ્રામ પંચાયત VCE/ઑનલાઇન ફોર્મ ભરતાસેન્ટરથી અરજી કરી શકશો. એમ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સાબરકાંઠાની અખબારી યાદીમાં જણાવાયુ છે.



