Uncategorized

ચૈત્રી નવરાત્રીનો ૫મો નોરતો – માતા સ્કંદમાતાનું મહાત્મ્ય

શીતલ ઠાકર,ગાંધીનગર

ચૈત્રી નવરાત્રીના પાંચમા નોરતે માતા સ્કંદમાતાની આરાધના કરવામાં આવે છે. માતા સ્કંદમાતા ભગવાન કાર્તિકેય (સ્કંદ)ની માતા છે અને તેઓ માતૃત્વ, કરુણા અને શક્તિનું પ્રતિક છે.

માતા સ્કંદમાતા સિંહ પર સવાર હોય છે અને પોતાના ખોળામાં બાળ કાર્તિકેયને ધારણ કરે છે. તેઓ કમળ પર બિરાજમાન હોય છે, તેથી તેમને પદ્માસના દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ દિવસે માતાની ભક્તિ કરવાથી ભક્તોને શાંતિ, સુખ-સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માતા સ્કંદમાતા ભક્તોના દુઃખ દૂર કરીને તેમને સકારાત્મકતા અને આત્મવિશ્વાસ આપે છે.

પૂજામાં ખાસ કરીને કેળાનું નૈવેદ્ય ચઢાવવું શુભ માનવામાં આવે છે. તેમજ “ૐ દેવી સ્કંદમાતાયૈ નમઃ” મંત્રનો જાપ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

આ નોરતો આપણને માતૃત્વની મહત્તા, ધૈર્ય અને પ્રેમ સાથે જીવન જીવવાની પ્રેરણા આપે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!