સાબરકાંઠા
સાબરકાંઠાના ચાર પીઆઈની આંતરીક બદલી કરાઈ

પ્રાંતિજ પીઆઈને લીવ રીઝર્વમાં મુકાયા : અગાઉ ૬ પીએસઆઈ અને બે પીઆઈની બદલી કરાઈ હતી
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે સોમવારે વધુ ચાર પીઆઈની આંતરિક બદલીઓ કરી છે. અગાઉ જિલ્લા પોલીસવડાએ છ પીએસઆઈ અને બે પીઆઈની બદલી કરી હતી.
આ નવી બદલીઓમાં પ્રાંતિજ, વડાલી અને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈનો સમાવેશ થાય છે. દરમ્યાન પ્રાંતિજના પીઆઈ એ.એમ.વાળાને લીવ રિઝર્વમાં મુકાયા છે. વડાલીના પીઆઈ ડી.આર.પઢેરિયાને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે, હિંમતનગર બી ડિવિઝનના પીઆઈ એ.એમ.ચૌધરીને વડાલી મુકવામાં આવ્યા છે. ઉપરાંત હિંમતનગર એએચટીયુ યુનિટમાંથી પીઆઈ ડી.એન.વસાવાને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.




