સાબરકાંઠા

ઇડરમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ કાર્યક્રમ યોજાયો

જીગ્નેશ સોની હિંમતનગર

સ્વસ્થ કિશોરી અને સ્વસ્થ સમાજના નિર્માણના સંકલ્પ સાથે શનિવારે ઇડર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) નિવારણ માટે મહત્વપૂર્ણ રસીકરણ કાર્યક્રમ’નું આયોજન ઇડરના ધારાસભ્યની ઉપસ્થિતમાં કરાયું હતું.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમણ વોરાએ જણાવ્યું હતું કે દેશના ઉજ્જવળ ભવિષ્ય સમાન કિશોરીઓને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે દેશના પ્રધાનમંત્રીના સંકલ્પને સિદ્ધ કરવાના ઉમદા પગલાંરૂપે આ રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે તબીબી નિષ્ણાતોના મતે એચપીવી સંક્રમણ એ ગર્ભાશયના મુખના કેન્સરનું મુખ્ય કારણ છે અને સમયસર રસીકરણ થકી ભવિષ્યમાં આ ગંભીર બીમારી સામે અસરકારક રક્ષણ મેળવી શકાય છે. આ કાર્યક્રમ અંતર્ગત ૧૪ થી ૧૫ વર્ષની વયની કિશોરીઓને એચપીવી સંક્રમણથી સુરક્ષિત કરવા માટે રસી આપવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કિશોરીઓ અને તેમના વાલીઓને સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં રસીનું મહત્વ, તેની સલામતી અને અસરકારકતા વિશે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!