વર્ષોથી સેવા આપતા સફાઈ કામદારોને સિનિયોરિટી મુજબ કાયમી કરવાની માંગ, 15 દિવસનું આખરી અલ્ટીમેટમ

મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકામાં વર્ષોથી સફાઈની કામગીરી કરી રહેલા વર્ગ-૪ના રોજમદાર સફાઈ કામદારોને સિનિયોરિટીના ધોરણે કાયમી કરવાની માંગ સાથે આજરોજ તારીખ 12 ઓગસ્ટ 2026 ના રોજ લુણાવાડા નગરપાલિકા તંત્રને 15 દિવસનું આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
જેમાં સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા લુણાવાડા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખશ્રીને લેખિત રજૂઆત કરી જણાવાયું છે કે, વર્ષોથી શહેરની સફાઈ વ્યવસ્થા જાળવતા સફાઈ કામદારોને તેમનો ન્યાયિક હક મળવો જોઈએ.
આ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે નગરપાલિકામાં વર્ગ-૪ની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર વર્ષોથી સેવા આપતા સફાઈ કામદારોની સિનિયોરિટી અને સેવા સમયગાળાને પ્રાથમિકતા આપવામાં આવે
તેમજ તેમને કાયમી કરવા અંગેની સંપૂર્ણ સત્તાવાર દરખાસ્ત જરૂરી આધાર-પુરાવા સાથે પ્રાદેશિક કમિશનરશ્રી તથા સંબંધિત ઉચ્ચ કચેરીને તાત્કાલિક મોકલવામાં આવે
આ સંગઠનો દ્વારા લુણાવાડા નગરપાલિકા તંત્રને આજથી 15 દિવસનું આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આ સમયગાળામાં સત્તાવાર દરખાસ્ત ઉચ્ચ કચેરીએ નહીં મોકલવામાં આવે તો તમામ પીડિત સફાઈ કામદારોને સાથે રાખીને લુણાવાડા નગરપાલિકા કચેરી સામે આવનાર ગણતરી ના દિવસોમાં અનિશ્ચિત મુદતના ધરણા-પ્રદર્શન અને આંદોલન શરૂ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
વધુમાં આ બાબતે રજૂઆતની નકલ જાણ તથા આગોતરી સૂચના માટે મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રી, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી, વડોદરા ઝોન તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને પણ મોકલવામાં આવી છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના સફાઈ કામદારોના વર્ષો જૂના પ્રશ્નનો વહેલી તકે ન્યાયી ઉકેલ આવે અને સિનિયોરિટીના ધોરણે કાયમી કરવાની પ્રક્રિયા શરૂ થાય તેવી માંગ સાથે
હવે સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘ રજી. તેમજ લુણાવાડા શહેરના સફાઈ કામદારો ની તેમજ સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘ રજી. ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વિમલ સોલંકી નેજા હેઠળ
લુણાવાડા નગરપાલિકા તંત્રના આગામી નિર્ણય પર સૌની નજર છે.




