ટોચના સમાચાર

કાયદાની સાથે માનવતા પણ નિભાવતી સાબરકાંઠા પોલીસની પ્રશંસનીય કામગીરી

સાબરકાંઠાના લુટેરી દુલ્હન કેસમાં પોલીસ ટીમની સફળ કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા એલસીબી ટીમ સહિત પોલીસ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા લુટેરી દુલ્હન કેસમાં જિલ્લા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. કેસમાં ઝડપી અને અસરકારક કામગીરી કરીને પોલીસે આરોપી લુટેરી દુલ્હનની ધરપકડ કરી ગુનાનો પર્દાફાશ કર્યો હતો.

લુટેરી દુલ્હનના ભોગ બનનાર લોકો જિલ્લા પોલીસ કચેરી ખાતે એકઠા થયા હતા અને સફળ કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલને સન્માન પત્ર અને ફૂલોથી સન્માનિત કર્યા હતા. સાથે જ સમગ્ર પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

ખાસ કરીને એલસીબી ટીમે તપાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એલસીબીના પીઆઇ ધવલ સાકરીયા સહિત પીએસઆઇ અને અન્ય પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે વધુ લોકો આવા ગુનાનો ભોગ બનતા અટક્યા હોવાનું ભોગ બનનારોએ જણાવ્યું હતું. સમગ્ર જિલ્લામાં પોલીસની કામગીરીને લઈને પ્રશંસાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!