ટોચના સમાચાર

દિલ દિયા હે જાન ભી દેંગે એ વતન તેરે લિયે… દેશપ્રેમી યુવાનો ‘કોક્રોચ’ને કચડી નાખશે

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં આવેલી “કોક્રોચ જનતા પાર્ટી (CJP)”ને લઈને હવે દેશભરમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને Instagram જેવા પ્લેટફોર્મ પર અચાનક વધેલા ફોલોઅર્સ, વાયરલ મીમ અને રાજકીય વ્યંગ આધારિત કન્ટેન્ટને કારણે આ સમગ્ર ડિજિટલ પ્રવૃત્તિએ અનેક સવાલો ઉભા કર્યા છે.

વાયરલ અહેવાલો મુજબ CJP ના Instagram એકાઉન્ટ પર ખૂબ ઓછા સમયમાં મોટી સંખ્યામાં ફોલોઅર્સ જોડાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જ્યારે X પ્લેટફોર્મ પર તેની હાજરી તુલનાત્મક રીતે મર્યાદિત જોવા મળી રહી છે. જેના કારણે સોશિયલ મીડિયા પર આ સમગ્ર વૃદ્ધિ સ્વાભાવિક છે કે આયોજનબદ્ધ ડિજિટલ પ્રચારનો ભાગ છે તે અંગે ચર્ચા તેજ બની છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ અને વિવિધ વિશ્લેષણોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે CJP સાથે જોડાયેલા અભિજીત દીપક અગાઉ આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા સેલ સાથે સંકળાયેલા રહ્યા હતા. સાથે જ તેઓ અમેરિકાની Boston University સાથે જોડાયેલા રહી વિદેશમાં અભ્યાસ કરી ચૂક્યા હોવાની વિગતો તેમના ઇન્ટરવ્યૂ અને સોશિયલ મીડિયા અહેવાલોમાં પણ સામે આવી રહી છે.

આ સમગ્ર મુદ્દાને લઈને કેટલાક સામાજિક અને રાજકીય વર્તુળોમાંથી એવો મત વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે કોઈ વ્યક્તિ માત્ર મીમ અને વાયરલ કન્ટેન્ટના આધારે અચાનક રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી જાય અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર આયોજનપૂર્વક પ્રચાર વધતો જાય તો તેની ગંભીરતાથી તપાસ થવી જોઈએ.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે અગાઉ CJP નું X હેન્ડલ સસ્પેન્ડ થયા બાદ “Back Cockroach Janata Party” નામથી નવું એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે આ સમગ્ર ડિજિટલ નેટવર્ક પાછળ કોણ કાર્યરત છે તે અંગે પણ સવાલો ઉભા થયા છે.

દેશના અનેક યુવાનોનું માનવું છે કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર છે અને અહીં દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવાની સંપૂર્ણ આઝાદી છે. પરંતુ સોશિયલ મીડિયા પર મીમ, વ્યંગ અને વાયરલ કન્ટેન્ટ દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થાય તો તે દેશના ભવિષ્ય માટે ચિંતાનો વિષય બની શકે છે.

ભારતનો યુવાન આજે આર્મી, BSF, IT, મેડિકલ, ઈજનેરી, સ્ટાર્ટઅપ અને વિવિધ સંશોધન ક્ષેત્રોમાં દેશના વિકાસ માટે કાર્ય કરી રહ્યો છે. વિશ્વસ્તરે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે અને “વિવિધતામાં એકતા” ધરાવતા દેશ તરીકે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. ત્યારે દેશના યુવાનોને નકારાત્મક મીમ રાજકારણ અને ગટર માનસિકતાથી દૂર રહી રચનાત્મક અભિગમ અપનાવવાની જરૂર હોવાનું મત વ્યક્ત થઈ રહ્યું છે.

કેટલાક વર્તુળોમાંથી હવે આ સમગ્ર ડિજિટલ પ્રવૃત્તિની સરકારી એજન્સીઓ દ્વારા તપાસ કરવાની માંગ પણ ઉઠી રહી છે. સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવાઓ મુજબ જો કોઈ પ્રકારનું વિદેશી નેટવર્ક, આયોજનબદ્ધ ડિજિટલ પ્રચાર અથવા ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ જોડાયેલો હોય તો તેની તાત્કાલિક તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે.

ફિલ્હાલ “કોક્રોચ જનતા પાર્ટી”ને લઈને સોશિયલ મીડિયા પર સમર્થન અને વિરોધ બંને જોવા મળી રહ્યા છે. પરંતુ દેશના અનેક યુવાનોનું સ્પષ્ટ માનવું છે કે ભારતનો દેશપ્રેમી યુવાન વિકાસ, રાષ્ટ્ર નિર્માણ અને દેશના ગૌરવને સર્વોચ્ચ સ્થાન આપે છે અને આવી નકારાત્મક વાયરલ માનસિકતાને લાંબા સમય સુધી સ્વીકારશે નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!