ટોચના સમાચાર
હિંમતનગરના કરણપુર નજીક ભંગારના ગોડાઉનમાં આગ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કરણપુર નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગની જાણ થતા હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ ગોડાઉનમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે ગોડાઉનમાં રહેલા ભંગારના સામાનને નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ ભંગારના સામાનમાં અચાનક આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. હાલ ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા આગ લાગવાના કારણોને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





