ટોચના સમાચાર

આઈસીસીના ચેરમેન જય શાહ હિંમતનગર પહોંચ્યા, પ્રફુલ પટેલના પરિવારને આપી સાંત્વના

આઈસીસીના ચેરમેન જય શાહ મંગળવારે હિંમતનગર ખાતે પહોંચ્યા હતા. તેઓ પ્રફુલ પટેલના નિવાસસ્થાને પહોંચીને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.

તાજેતરમાં પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલના નિધનને પગલે જય શાહે પરિવારજનો સાથે મુલાકાત કરી દુઃખની આ ઘડીમાં સંવેદના વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાન તેઓ એક કલાકથી વધુ સમય સુધી પરિવાર સાથે રહ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપી હતી

જય શાહના હિંમતનગર આગમનને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ખાસ ચર્ચા જોવા મળી હતી. તેમના આગમન દરમિયાન સ્થાનિક આગેવાનો અને શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનાબેન પટેલના નિધન બાદ વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા સતત પરિવારને સાંત્વના પાઠવવા મુલાકાતોનો ધસારો યથાવત્ રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!