અંબાજીના દાંતા રોડ પર જેઠીબા સદનની સામે આવેલી આટાચક્કીના પાછળના ભાગમાં લેવામાં આવી છે. તસ્વીરમાં ગેરકાયદેસર કેમિકલયુક્ત તાડીના વેચાણની ઘટના કેદ થઈ છે.
પરપ્રાંતીય એવા અજય,અશોક,મહેશ અને એક મહિલા કેમિકલયુક્ત નશીલી તાડીનું ધૂમ વેચાણ ખુલ્લેઆમ વેચાણ કરી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

યાત્રાધામ અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ અંગે ચર્ચાઓ ઉઠી રહી છે. તાજેતરમાં અંબાજીના દાંતા રોડ પર આવેલા જેઠીબા સદન સામેના ચક્કી વિસ્તારમાં કેમિકલયુક્ત નશીલી તાડીનું વેચાણ થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવતા સ્થાનિકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. આ શંકાસ્પદ નશીલા પદાર્થના કારણે યુવાનો તેમજ સામાન્ય લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થતું હોવાની ચર્ચા છે.જે પુષ્ટિ કરતી તસ્વીરોમાં અંબાજીના દાંતા રોડ પર જેઠીબા સદનની સામે આવેલી આટાચક્કીના પાછળના ભાગમાં લેવામાં આવી છે. તસ્વીરમાં ગેરકાયદેસર કેમિકલયુક્ત તાડીના વેચાણની ઘટના કેદ થઈ છે.આ વિસ્તારમાં લાંબા સમયથી કેટલાક તત્વો દ્વારા કેમિકલ મિશ્રિત નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાના આક્ષેપો છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે ભૂતકાળમાં આવા શંકાસ્પદ નશીલા પદાર્થોના સેવન બાદ કેટલાક લોકોના મોત થયા હોવાની વાતો સામે આવી હતી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે યાત્રાધામ અંબાજીની પવિત્રતા જળવાઈ રહે અને નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે વહીવટી તંત્રએ આ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરવી જોઈએ.હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિકોના આક્ષેપો અને માંગ બાદ પોલીસ, આરોગ્ય વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા કોઈ તપાસ કે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે નહીં.





