પ્રાંતિજ

સાબરમતી નદી કિનારે અજાણ્યા યુવકની લાશ મળતાં પ્રાંતિજ પંથકમાં ચકચાર

ઈન્દ્રાજપુર નજીક ઝાડીઓમાંથી મળી આવેલી લાશને લઈને પોલીસે તપાસ શરૂ કરી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા ઈન્દ્રાજપુર નજીક સાબરમતી નદી કિનારા વિસ્તારમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. નદી કિનારે ઝાડીઓ વચ્ચે યુવકની લાશ દેખાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં પ્રાંતિજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ અજાણ્યા યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.

યુવકની ઓળખ અંગે તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ સમગ્ર ઘટનાને લઈને વિવિધ દિશામાં તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!