પ્રાંતિજ

પ્રાંતિજ પાલિકાનો સ્વદેશી મેળો: ખાલી મંડપ, ઉડતા પોલ ખુલ્યા

શીતલ ઠાકર,ગાધીનગર

પ્રાંતિજ નગરપાલિકાના સ્વદેશી મેળાનું આયોજન માત્ર દેખાવ પૂરતું જ રહ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યાં સ્થળ પર એકેય સ્વદેશી ઉત્પાદક કે કોઈપણ પ્રકારનો સામાન જોવા મળ્યો નહોતો.

મેળાના નામે માત્ર મંડપ ઉભો કરીને પ્રચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે, જેને કારણે સમગ્ર આયોજનની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થયા છે.

આ દરમિયાન અચાનક આવેલા વંટોળમાં મંડપ ઉડી જતા અને ધરાશાયી થતા ખુરશીઓ તૂટી ગઈ હતી, જેના કારણે આયોજનની ગુણવત્તા અને વ્યવસ્થાપન પર પણ સવાલો ઉભા થયા છે.

મંડપ ધરાશાયી થવાની ઘટનાએ પાલિકાની કામગીરીની હકીકત જાહેરમાં મૂકી દીધી છે અને સ્વદેશી મેળાના નામે કરાયેલ દેખાડો બહાર આવ્યો છે.

હવે આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!