પ્રાંતિજ

પ્રાંતિજ પંથકની મહિલાને શરીર સબંધ રાખવા દબાણ કરી દુષ્કર્મ આચર્યું:

જીજ્ઞેશ સોની હિંમતનગર

પ્રાંતિજ પંથકમાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાને ગામના જ એક ઈસમે બાથરૂમના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી આ પરિણીતાને બ્લેકમેઈલ કરી અવારનવાર અલગ-અલગ સ્થળે બોલાવી પરિણીત મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી રખાત તરીકે રાખવાની છે.તેમ કહી અવારનવાર માનસિક ત્રાસ આપતા કંટાળીને આ મહિલાએ ગામના જ એક ઈસમ વિરૂધ્ધ બે દિવસ અગાઉ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રાંતિજ પંથકમાં રહેતી મહિલાએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેણીના ગામમાં રહેતો રાહુલ પટેલ નામનો શખ્સ છેલ્લા ચારેક વર્ષથી આ મહિલા પોતાના ઘરની પાછળના ભાગે આવેલ બાથરૂમમાં સ્નાન કરવા માટે જતાં હતા ત્યારે રાહુલ પટેલે તેણીને બ્લેકમેઈલ કરવાના આશયથી વિડીયો બનાવી સોશ્યલ મિડીયામાં વાયરલ કરવાની અવારનવાર ધમકી આપી હતી.ત્યારબાદ રાહુલે આ મહિલાને હિંમતનગર,પ્રાંતિજના મજરા અને પ્રાંતિજમાં આવેલ એક શૈક્ષણિક સંસ્થાના ધાબા પર બોલાવી તેણીની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યા હતા. એટલુ જ નહી પણ જો હું બોલાવું ત્યાં નહીં આવે તો તારા બાથરૂમવાળા વિડીયો વાયરલ કરીને સમાજમાં બદનામ કરી દઈશ. તેમ કહી અવારનવાર વિવિધ સ્થળે બોલાવી મહિલાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરવાનું ચાલુ રાખ્યું હતુ. એટલુ જ નહી પણ આ હવસખોરે છેલ્લે એવું કહ્યું હતુ કે તને મારી રખાત તરીકે રાખવાની છે. તેવી ધમકી આપતા કંટાળીને આ પરિણીત મહિલાએ રાહુલ પટેલ વિરૂધ્ધ બે દિવસ અગાઉ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!