પ્રાંતિજ

છેલ્લા ચૌદ વર્ષથી ફરાર આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠાએ ઉદેપુર (રાજસ્થાન)થી ઝડપી પાડ્યો

પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ધારાના જૂના ગુનામાં છેલ્લા ચૌદ વર્ષથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાબરકાંઠાની ટીમે રાજસ્થાનના ઉદેપુર શહેરમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

ાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, IPS (સાબરકાંઠા)ના માર્ગદર્શન અને સૂચના અન્વયે નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ-ફરાર અને વચગાળાના જામીન પર ફરાર કેદીઓને ઝડપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.સી. સાકરીયા (એલ.સી.બી.)ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી વી.આર. ચૌહાણ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

બાતમીના આધારે કાર્યવાહી

ોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી વી.આર. ચૌહાણ તથા ટીમના માણસો રાજસ્થાનના ઉદેપુર શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસ કરી રહ્યા હતા, તે દરમિયાન સાથે રહેલા હેડ કોન્સ્ટેબલ જશુભાઈ બાબુભાઈ તથા ટેકનિકલ એ.એસ.આઈ. હેમાંશુરાજ ભુપેન્દ્રસિંહને ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના જૂના ગુના નં. ૫૪૦૨/૨૦૧૨ (પ્રોહિબિશન કલમ ૬૫(એ,ઇ), ૧૧૬(બી), ૮૧ વગેરે મુજબ)માં સંડોવાયેલ અને છેલ્લા ચૌદ વર્ષથી પકડવાના બાકી રહેલો ફરાર આરોપી ઉમિતસિંહ ઉર્ફે બોબીસિંહ ચરણસિંહ બગા, રહે. મકાન નં.-૩૦, ગોવિંદનગર સેક્ટર-૧૩, થાણા સવિના, જિલ્લો ઉદેપુર (રાજસ્થાન), ગોવિંદનગર રોડ ઉપર હાજર છે.

બાતમીના આધારે ટીમ ગોવિંદનગર રોડ ઉપર પહોંચી અને ચકાસણી કરતાં બાતમી મુજબનો ઇસમ મળી આવ્યો. પૂછપરછ અને વેરિફિકેશન કરતાં આરોપી ઉક્ત ગુનામાં નાસતો ફરતો હોવાનું સ્પષ્ટ થયું, જેથી તેને દબોચી લેવામાં આવ્યો.

કાયદેસરની કાર્યવાહી

આરોપીને પ્રાંતિજ પોલીસ સ્ટેશનના જૂના ગુના નં. ૫૪૦૨/૨૦૧૨ (પ્રોહિબિશન કલમ ૬૫(એ,ઇ), ૧૧૬(બી), ૮૧ વગેરે) સંબંધે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૫(૧)(જ) મુજબ વધુ તપાસ અર્થે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કામગીરીમાં સામેલ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ:

  • ડી.સી. સાકરીયા, પોલીસ ઇન્સ્પેક્ટર (એલ.સી.બી., હિંમતનગર)
  • વી.આર. ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર
  • ટે.એ.એસ.આઈ. હેમાંશુરાજ ભુપેન્દ્રસિંહ
  • હેડ કોન્સ્ટેબલ જશુભાઈ બાબુભાઈ
  • અ.પો.કો. પ્રવિણસિંહ ચતુરસિંહ
  • અ.પો.કો. રાકેશસિંહ જશવંતસિંહ
  • આ.પો.કો. ધનશ્યામસિંહ લક્ષ્મણસિંહ

મ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાબરકાંઠાએ ચૌદ વર્ષ જૂના પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ આરોપીને આંતરરાજ્ય શોધખોળ કરી પકડી પાડતાં પોલીસ તંત્રમાં આ કામગીરીની સરાહના થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!