પ્રાંતિજ-તલોદ કેબલ ચોરી કેસ: પોલીસે ૬ ગુના ડિટેક્ટ કરી ૫ આરોપીની ધરપકડ કરી, ૭.૩૪ લાખનો મુદ્દામાલ કબજે

પ્રાંતિજ અને તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ્ય ભાગોમાં બોરવેલના કેબલ વાયર તથા યુ.જી.વી.સી.એલ.ના એલ્યુમિનિયમના વીજતારની ચોરી કરતી ટોળકીને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડી છે. પોલીસે કુલ છ અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરીને કુલ રૂ. ૭,૩૪,૭૭૦ ના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
કેવી રીતે થયો પર્દાફાશ
પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS), સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા વિભાગીય પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. પઢેરીયાના નેતૃત્વમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે એક ખાસ પોલીસ ટીમ બનાવવામાં આવી હતી.
એ.એસ.આઇ. દિપકસિંહ જગતસિંહ, આ.પો.કો. સરદારસિંહ દિપસિંહ તથા આ.પો.કો. સંદિપકુમાર ઇશ્વરભાઇને બાતમી મળી હતી કે પ્રાંતિજ અને તલોદ ગ્રામ્ય વિસ્તારના બોરવેલ કેબલ તથા યુ.જી.વી.સી.એલ.ના એલ્યુમિનિયમ વીજતારની ચોરીનો માલ કેટલાક ઇસમો ઇકો ગાડી નંબર GJ-09-BL-5889 માં ભરીને વેચાણ કરવા લઇ જવાના છે. આ બાતમીના આધારે પોલીસે વાહન રોકી તપાસ કરતાં તેમાંથી ચોરીનો કેબલ વાયર અને એલ્યુમિનિયમ મળી આવ્યો હતો. યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આરોપીઓએ છ જેટલા ગુના કર્યાની કબૂલાત કરી હતી.
નોંધાયેલા ગુના
- તલોદ પોલીસ સ્ટેશન: ૧ ગુનો (ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૯૨૬૦૫૩૯/૨૦૨૬)
- પ્રાંતિજ પોલીસ સ્ટેશન: ૫ ગુના (ગુ.ર.નં. ૧૨૬૦૯૯૨, ૧૨૬૦૯૯૩, ૧૨૬૦૯૮૮, ૧૨૬૦૯૮૯, ૧૨૬૦૯૯૪/૨૦૨૬)
તમામ ગુના ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) હેઠળ નોંધાયા છે.
રિકવર થયેલ મુદ્દામાલ
- કોપર વાયર ૯૭૩ ફૂટ તથા યુજીવીસીએલના એલ્યુમિનિયમના નાના-મોટા ૨૧ રોલ અને ટુકડા – કિંમત રૂ. ૨,૧૩,૭૭૦
- મોબાઇલ ફોન – ૪ નંગ, કિંમત રૂ. ૨૧,૦૦૦
- ઇકો ગાડી (રજી.નં. GJ-09-BL-5889) – કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ (ચોરીમાં વપરાયેલ વાહન)
ઝડપાયેલા આરોપીઓ
- યુવરાજસિંહ વિક્રમસિંહ ચૌહાણ (રહે. અંબાવાડા ચૌહાણ ફળિયું, તા. પ્રાંતિજ)
- દિપકસિંહ ટીનુસિંહ ચૌહાણ (રહે. બાલીસણા, તા. પ્રાંતિજ)
- રજુસિંહ કુંવરસિંહ સોલંકી (રહે. બોરીયાખુરાદ, તા. હિંમતનગર)
- અનિલસિંહ ઉર્ફે ગજી રયુસિંહ ચૌહાણ (રહે. અંબાવાડા, તા. પ્રાંતિજ)
- રણજીતસિંહ જોધસિંહ પરમાર (રહે. અંબાવાડા, તા. પ્રાંતિજ)
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.સી. ગોહિલ સહિત કુલ ૧૩ પોલીસ અધિકારી-કર્મચારીઓની ટીમે ભાગ ભજવ્યો હતો.




