પ્રાંતિજ

પ્રાંતિજ પોલીસે સજા વોરંટના નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડની ટીમે મોટી સફળતા મેળવતા સજા વોરંટના એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) નાઓ દ્વારા સજા વોરંટના આરોપીઓને ઝડપી લેવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે હિંમતનગર વિભાગના દિવિઝનલ પોલીસ અધિકારી શ્રી એ. કે. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી. આર. પઢેરીયા, સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન. સી. ગોહિલ તથા તેમની ટીમે સતત વોચ અને તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, ત્રીજા એડી. જ્યુડી. મેજી. ફ. ક. કોર્ટ હિંમતનગરના ફોજદારી કેસ નં. ૫૪૧૦/૨૦૨૧ના સજા વોરંટના આરોપી રાજદિપભાઇ મહેશભાઈ પંડ્યા (રહે. ઓરણ (મજરા), તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા) ને પોલીસે સફળતાપૂર્વક ઝડપી લીધો છે.

કામગીરી કરનાર પોલીસ ટીમ:

આ કામગીરીમાં પી.આઈ. શ્રી ડી. આર. પઢેરીયા, પી.એસ.આઈ. શ્રી એન. સી. ગોહિલ, એ.એસ.આઈ. જયેંદ્રસિહ જોરાવરસિહ, એ.એસ.આઈ. દિપકસિહ જગતસિહ, અ.હે.કો. ભરતભાઇ નારણભાઇ, અ.પો.કો. ગજેન્દ્રસિહ બળવંતસિહ, આ.પો.કો. સરદારસિંહ દિપસિંહ, આ.પો.કો. સંદિપકુમાર ઇશ્વરભાઇ, આ.પો.કો. હર્ષપાલસિહ દિલિપસિહ તથા અ.પો.કો. પંકજકુમાર કાંતીલાલ સામેલ રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!