પ્રાંતિજ

ચાર માસથી ફરાર સજા વોરંટનો આરોપી પ્રાંતિજ પોલીસે ઝડપ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની ટીમે ચાર માસથી નાસતા-ફરતા સજા વોરંટના આરોપીને ઝડપી પાડી કોર્ટ હવાલે કરી વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક શ્રી નિરેન્દ્રસિંહ યાદવ (IPS), પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તેમજ વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સજા વોરંટના આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ સતત પ્રયત્નશીલ હતા.

દરમિયાન એએસઆઈ હરેશકુમાર ગેમરભાઈને ખાનગી બાતમી મળી હતી કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ સજા પામેલો અને સજા વોરંટમાં છેલ્લા ચાર માસથી ફરાર આરોપી પરેશકુમાર કચરાભાઈ પટેલ (રહે. અંબાવાડા, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા) પોતાના ગામે આવ્યો છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી કોર્ટ હવાલે કર્યો હતો. આ કામગીરીથી લાંબા સમયથી ફરાર આરોપીને કાયદાના કટઘરમાં લાવવામાં પ્રાંતિજ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.

કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓ

  • એએસઆઈ હરેશકુમાર ગેમરભાઈ
  • પોલીસ કોન્સ્ટેબલ ભાવિકકુમાર શામળભાઈ
  • પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ રૂમાલભાઈ

સજા વોરંટના આરોપીઓને શોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં પ્રાંતિજ પોલીસની આ કામગીરી પ્રશંસનીય માનવામાં આવી રહી છે.

સાબર રીપોર્ટર ન્યૂઝપેપર
સમાચાર કોઈપણ કિંમત પર
તંત્રી : બાદશાહ પઠાણ | મો. 9898693985

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!