પ્રાંતિજ

પ્રાંતિજ નગરપાલિકાના બે કોર્પોરેટર જાહેરમાં બાખડતા ચર્ચાનું કારણ બન્યું

નેશનલ હાઈવે ત્રણ રસ્તા પાસે આવેલી ચાની કીટલી બહાર પ્રાંતિજ નગરપાલિકાના બે ભાજપના કોર્પોરેટરો વચ્ચે થયેલી બોલાચાલી અને બાખડાટ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્ટ્રીટ લાઈટના થાંભલાઓના મુદ્દે શરૂ થયેલી નજીવી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો.

માહિતી અનુસાર ભાજપના કોર્પોરેટર મહેશ મકવાણા અને બાંધકામ સમિતિના ચેરમેન તથા કોર્પોરેટર પિયુષ પટેલ વચ્ચે તકરાર સર્જાઈ હતી. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો છુટ્ટાહાથની મારામારી સુધી પહોંચ્યાની ચર્ચાઓ ચાલી રહી છે.

ઘટના બાદ બંને પક્ષો પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યા હતા અને સામસામે લેખિત અરજીઓ આપી હતી. બંને કોર્પોરેટરોએ મામલાની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી તથા ગુનો નોંધવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાંતિજ પોલીસે સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને બંને પક્ષોની રજૂઆતોના આધારે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!